OMG : આ ગામના લોકો કેટલાક મહિનાઓ સુધી સુતા રહે છે

વિશ્વના નવમો સૌથી મોટો દેશ કઝાકિસ્તાનમાં એક નાનકડું ગામ છે કચાલી. આ ગામમાં 2010માં આવી એક ઘટના બની, ત્યારબાદ આ સમ્રગ દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો. તમને જાણીને આશ્યર્ચ થશે કે આ ગામના લોકો અચાનક જ ગાઢ નિદ્રામાં સૂવા લાગ્યા.

આ ગામના લોકો એક કે બે દિવસ માટે નહી પણ કેટલાક દિવસો અથવા તો કેટલાક મહિના સુધી ગાઢ નિદ્રામાં ઊંઘતા હોય છે. જ્યારે લાંબા અંતરાલ માટે લોકો અહીં ગાઢ નિદ્રામાં ઊંઘી જાય છે ત્યારે તે સમયે અહીં સન્નાટાનો માહોલ થઇ જાય છે. જ્યારે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ આ રહસ્ય વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કોઈ ઠોસ આધાર મળ્યો નથી, તેમનો માનવવુ છે કે ગામની રચના અને હવામાનના કારણે અહીંના લોકો આટલી ગાઢ નિદ્રામાં સુવે છે.

એવુ પણ માનવામાં છે કે જ્યારે હવામાં કાર્બનમોનોએક્સાડનું પ્રમાણ ઘણું વધારે થઇ જાય છે, તેના કારણે અહીના લોકો ગાઢ નિદ્રામાં ઊંઘી જાય છે, વિચારાવા જેવુ છે કે, ત્યાના પ્રાણીઓ પર આની કોઈ અસર પડતી નથી, તે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમા છે. પોતાની આ વિશિષ્ટતાઓના કારણે આ ગામ પ્રવાસીઓના આકર્ષણનો કેન્દ્ર બન્યું છે.

You might also like