લગ્નના બીજા જ દિવસે પતિએ કહી દીધું, ‘તું છે મારી બહેન, આ લે ગિફ્ટ..’

‘મેડમ, મારો પતિ ગાડીમાં લઈ જાય છે, તો પણ આઘી બેસવાનું કહે છે. મને કહે છે કે તું મારી બહેન છે. હવે હું કન્ફ્યૂઝ છું કે તેમની સાથે પત્ની તરીકે રહું કે બહેન તરીકે’ આ ફરિયાદ છે કોલાર નિવાસી એક પત્નીની.

કોલારની રહેવાસી પત્ની અમૃતાએ પોલીસ સ્ટેશનના પરામર્શ કેન્દ્રમાં પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. પત્ની કહે છે કે, ‘મારે પણ અન્યોની જેમ માતા બનવું છે, પણ મારા પતિનો વ્યવહાર મારા તરફ બહેન જેવો છે. મારા પતિ મને કરવાચૌથની જગ્યાએ રક્ષાબંધન પર ભેટ આપે છે અને દરેક વખતે એવું જ કહે છે કે તું મારી સારી બહેન છે.’

અમૃતાના લગ્ન 2015માં થયા હતા, પરંતુ લગ્નના બીજા જ દિવસે તેના પતિએ કહી દીધું કે, આપણા વચ્ચે ભાઈ-બહેનની જેમ સંબંધો રહેશે. તું મારી બહેન છે. લગ્નના ત્રણ વર્ષ બાદ પણ બંને વચ્ચે પતિ પત્નીના સંબંધો નથી.

અમૃતા રૂમમાં એકલી બેઠી હોય તો તેનો પતિ બીજા રૂમમાં જતો રહે છે. અમૃતાના જણાવ્યા પ્રમાણે તેના પતિએ કહ્યું કે, મેં ફક્ત માતા પિતાની સેવા માટે તારી જોડે લગ્ન કર્યાં છે, બાકી હું તને બહેન જ માનું છું.

જો કે કોલાર પરામર્શ કેન્દ્રના અધિકારીનું કહેવું છે કે, છેલ્લા ત્રણ મહિનાની અંદર આ પ્રકારના ભાઈ-બહેન વાળા કેસ વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક છે.

You might also like