કેન્સરની બીક હતી, તેથી બર્થમાર્કની કરાવી સર્જરી, ડૉક્ટરે ચહેરા પર ફીટ કર્યાં ફૂગ્ગા

ચીનમાં એક મહિલાએ પોતાનું બર્થમાર્ક કાઢી નાખવા માટે ડૉક્ટરનો સહારો લેવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેણે સર્જરી પણ કરાવી છે. ડૉક્ટરે ચીનની આ 23 વર્ષીય શાઓ યાનના કહેરાની સ્કીનમાં બર્થમાર્ક કાઢવા માટે 4 ઈંડા આકારના મોટા મોટા ફૂગ્ગા (ડુપ્લિકેટ) ઈમ્પ્લાન્ટ કર્યાં છે.

શાઓ યાનને પોતાના બર્થમાર્કના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થવાની શક્યતા હતી, તેથી ડૉક્ટરે તેને સર્જરી કરવાની સલાહ આપી હતી. 23 વર્ષીય શાઓ ચીનના ગ્વેજોમાં રહે છે. શાઓની બર્થમાર્કની બીમારીને ડૉક્ટરે કન્જેનિટલ મિલાનોસિટિક નીવસ તરીકે ઓળખાવી છે. જે 5 લાખમાંથી કોઈ એકને થતી જોવા મળે છે.

શાઓ યાનને પહેલા તો આ બર્થમાર્ક સાથે કોઈ પ્રોબલેમ નહોતો, પણ હવે તેને તેમાં દુખાવો થવા લાગ્યો હતો. શાઓ યાનની સર્જરી શાંઘાઈ સ્થિત હોસ્પિટલમાં કરવામાં આવી છે. જ્યાં સર્જરીમાં તેના ચહેરા પર 4 ફૂગ્ગા પ્લાન્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે તેનો ચહેરો બદલાઈ ગયો છે. જો કે તેના આ ચહેરાના કારણે કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. તેની માએ તેના ગામમાં લોકોને આવું ન કરવા અપીલ કરી છે.

You might also like