OMG!! અડધી ખોપડી સાથે જન્મી આ બાળકી..

દુર્લભ બિમારીના ચાલતા જીવનથી સંઘર્ષ
આ બાળકીનુ નામ છે આહ નીથ અને તે પૂર્વી કંબોડિયાના એક અંતરાળ ગામમાં જન્મ લીધો છે. તમે વિચારી રહ્યા હશો કે અમે આના વિશે કેમ વાત કી રહ્યા છે. આ બાળકી એક દુર્લભ બિમારીથી પિડાય છે એટલા માટે જ તે આ દિવસો ચર્ચામાં છે. લગભગ 2 મહિનાની આ બાળકીનુ દિમાગ અને ખોપડીના ઘણા ભાગ જન્મથી જ નથી, અને તે જીવીત રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. બાળકીની હાલત જોઈ ડૉક્ટરો હેરાન છે તો બીજી તરફ તેના મા-બાપ તેનો જીવ બચાવવા માટે પૈસા જમા કરવાની લડાઈ લડી રહ્યા છે. તે લોકો તેમનુ ઘર અને જમીન પહેલેથી જ વેચી ચૂક્યા છે અને એટલે જ તે લોકો હવે ક્રાઉડ ફંડીની મદદ લઈ રહ્યા છે. તે દાન માંગી પૈસા ભેગા કરી રહ્યા છે જેથી કરીને બાળકીની સારવાર કરાવી શકે.

હજારોમાં એકને થાય છે આ બિમારી
તાજેતરમાં બાળકીની હાલત સારી છે, પરંતુ દિમાગ અને ખોપડીના અમુક ભાગ તેને જન્મથી જ નથી. ડૉક્ટરો અનુસાર તે બાળકીને અનૈંસફૈલી નામની એક દુર્લભ બિમારી છે. આ બિમારી અમેરિકાના દર 10000 ગર્ભાવસ્થામાંથી ત્રણમાં જ જોવા મળે છે. એનુ માનવામાં આવે છે કે આ બિમારીમાં વધારે પડતા ગર્ભપાત થઈ જાય છે. આ કારણોસર જ આ બિમારીના શિકાર બાળકોની એકદમ વાસ્તવિક સંખ્યાનો અનુમાન લગાવુ યોગ્ય નથી. તે છતા પણ અમેરિકી સેન્ટર ફોર ડિઝીજ કંટ્રોલ અનેડ પ્રિવેન્શનની માનવામાં આવે તો ત્યાં 4859 નવજાત શિશુઓમાંથી એકને આ રોગ થાય છે. બિમારીનુ મુળ કારણ શું છે તેના પર ડૉક્ટરો સ્પષ્ટતા નથી કરી શક્તા. તે છતા એવુ અનુમાન લગાવાય છે કે બાળકોના જીન કે ક્રોમોસોમ્સમાં કે પછી અન્ય કારકોમાં પરિવર્તન થવાના કારણે આ સમસ્યા થાય છે. ત્યારે એવુ પણ કહેવામાં આવે છે કે ગર્ભધારણ સમયે માં જે ખાણ-પાણ લે છે કે પછી જે દવાઓનુ સેવન કરે છે આ તેની આડઅસર હોય શકે છે.

You might also like