ઓમેગા-૩ યુક્ત માછલી ખાનારા લોકો લાંબું જીવે છે

ઓમેગા ૩ ફેટી એસિડ્સ યુક્ત માછલીઓ ખાનારા લોકોનું આયુષ્ય આવી માછલી નહીં ખાનારા લોકોની તુલનામાં વધારે હોય છે. એવું એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ સ્ટડીમાં ૨,૪૦,૭૨૯ પુરુષ અને ૧,૮૦,૫૮૦ મહિલા પર આશરે ૧૬ વર્ષ સુધી સ્ટડી કરવામાં આવ્યો હતો.

આમાં ૫૪,૨૩૦ પુરુષ અને ૩૦,૮૮૨ મહિલાનાં મૃત્યુ થયાં હતાં. આ સ્ટડીમાં ઓમેગા ૩ ફેટી એસિડ્સ અને મૃત્યુ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સંબંધ જોવા મળ્યો હતો. પુરુષો વધારે માછલીનું સેવન કરતા હતા તેમનામાં મૃત્યુદરમાં ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

હાર્ટ સંબંધી રોગથી મૃત્યુના દરમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને કેન્સરથી થતાં મૃત્યુના દરમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ ઓમેગા ૩ ફેટી એસિડ્સ લેનારા લોકોના આયુષ્યમાં વધારો જોવા મળ્યો હતો.

You might also like