પાકમાં ‘ૐ’ ડિઝાઈનવાળાં ફૂટવેર વેચાતાં હિંદુઓમાં જબરજસ્ત અાક્રોશ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ૐ ડિઝાઈનવાળાં ફૂટવેર વેચાવાની ઘટના સામે અાવી છે. તેની વિરુદ્ધ સિંધ પ્રાંતમાં હિંદુ કોમ્યુનિટીના લોકો વિરોધમાં ઊતરી અાવ્યા છે. અહીંના તાંડો અાદમ સિટીમાં કેટલાયે દુકાનદારો અાવા જૂતાં વેચી રહ્યા છે જેનાં પર ૐનું નિશાન બનેલું છે.
સિંધના તાંડો અાદમ શહેરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં અાવી રહી છે જેમાં જૂતાં પર ૐ લખેલું છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન હિંદુ સેવાના ડો. રમેશકુમાર વંકાવાણીઅે જણાવ્યું કે ઇદના અવસરે છેલ્લાં ત્રણ વર્ષથી તાંડો અાદમના દુકાનદારો અાવા જૂતાં વેચી રહ્યા છે જેનાં પર હિંદુઅોનું પવિત્ર નામ ૐ લખેલું છે. તેનો હેતુ હિંદુઅોની ભાવનાઅોને ઠેસ પહોંચાડવાનો છે.
પાકિસ્તાન હિંદુ સેવા તરફથી અા દુકાન વિરુદ્ધ અોનલાઈન કેમ્પેઇન ચલાવવામાં અાવી રહ્યું છે. પાકિસ્તાન હિંદુ સેવા તરફથી ફેસબુક પર એક પોસ્ટ કરાઈ છે જેમાં અે દુકાનો અંગે ડિટેઈલમાં જાણકારી અપાઈ છે જેમાં અાવા જૂતાં વેચાઈ રહ્યાં છે. તેમાં લખ્યું છે કે ફરમાન અહેમદની જેબ શૂઝ શોપ પર અાવા જૂતાં અને ચંપલો વેચાઈ રહ્યાં છે. તેના વેચાણ પર પ્રતિબંધ મુકાવો જોઈઅે.
પોસ્ટમાં એમ પણ કહેવાયું છે કે અા બધુ હિંદુઅોને અપમાનીત કરવા માટે થઈ રહ્યું છે. લોકોની લાગણીઓ સાથે ચેડા કરવામાં અાવી રહ્યા છે. જેથી તેઅો હિંસાત્મક પ્રતિક્રિયા પણ અાપી શકે છે. અમે ઇચ્છીઅે છીઅે કે અહીંના લોકો અરસપરસ મળીને કાયદાની હદમાં રહીને અા ઘટનાનો ઉકેલ લાવે.

You might also like