બ્રાઝિલમાં અથડામણો, ઓલમ્પિક ટોર્ચ ઓલવવાનો પ્રયાસ

બ્રાઝિલના રિયોમાં ઓલમ્પિક ટોર્ચ રેલી દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણ થઇ છે. પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓ પર ગેસ છોડ્યો છે. આ લોકો ઓલમ્પિક ટોર્ચ ઓલવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતાં. લોકો ઓલમ્પિક રમતોમાં ભારે ખર્ચ પર વિરોધ વ્યક્ત કરી રહ્યા હતાં.

શુક્રવારે મારાકાન સ્ટેડિયમમાં ઓલમ્પિક ગેમ શરૂ થવાના સમારોહ પહેલા આવા બીજા પ્રદર્શનકારીઓ અને રેલીની સંભાવના છે. આયોજકોનું કહેવું છે કે બ્રાઝિલમાં હજુ પણ 10 લાખ ટિકીટો પણ વહેંચાય નથી. બ્રાઝીલ આર્થિક મંદીમાં સંપડાયું છે અને ત્યાં રાજનિતીક સંકટ પણ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે ૨૦૧૬ની ઓલિમ્પિક રમતોનું કુલ ૩૨ સ્થળે આયોજન કરાયું છે. બ્રાઝિલના સમય કરતાં ભારત ૮.૩૦ કલાક આગળ છે, રિયો ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ તા. ૫ ઓગસ્ટ ને શુક્રવારે બ્રાઝિલના સમય પ્રમાણે રાત્રે ૮.૦૦ વાગ્યે યોજાવાનો છે, આનો અર્થ એ થયો કે ઓપનિંગ સેરેમની જોવા માટે ભારતીયોએ તા. ૬ ઓગસ્ટ ને શનિવારે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ઊઠવું પડશે. સ્ટાર સ્પોર્ટ્સ પર ઓલિમ્પિકનું જીવંત પ્રસારણ થવાનું છે.

You might also like