ઓલિમ્પિક ચેમ્પિયનને લાઇનમાં ઊભો રાખી અપમાનિત કરાયો

લંડનઃ ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારા મો ફરાહની પત્ની તાનિયા ફરાહે આરોપ લગાવ્યો છે કે બ્રિટનના આ દોડવીર સાથે એક એરહોસ્ટેસે અપમાનજનક વર્તન કર્યું છે. આરોપ એવો છે કે અમેરિકામાં ફ્લાઇટમાં ચડતા પહેલાં એરહોસ્ટેસે અપમાનિત કર્યો અને તેને લાઇનમાં ઊભા રહેવા માટે કહ્યું હતું.

તાનિયાએ કહ્યું કે ડેલ્ટા એરલાઇન્સના અધિકારી ચાર વાર ઓલિમ્પિક મેડલ જીતનારા ફરાહ પર ચિલ્લાયા અને એ વાતને માનવાનો ઇનકાર કરી દીધો કે તેની પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હતી. જોકે અન્ય અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ ક્લાસમાં ચડવા માટે ફરાહ મોડો પહોંચ્યો હતો. ડેલ્ટા એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ થઈ રહી છે અને ફરાહ પરિવાર સાથે સીધી વાતચીત કરાશે. આ ઘટના ૨૨ ઓગસ્ટે બની હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે ફરાહ દંપતી પોતાનાં ચાર બાળકો સાથે રિયો ઓલિમ્પિકથી પાછું ફરી રહ્યું હતું.

You might also like