ઓલિમ્પિકમાં નહીં રમી શકે ગીતા અને બબીતા

નવી દિલ્હીઃ ફોગટ બહેનો-ગીતા અને બબીતાનું રિયો ઓલિમ્પિકમાં રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હરિયાણાના ભિવાની જિલ્લાની આ બહેનોને ભારતીય કુસ્તી મહાસંઘે ઇસ્તંબૂલમાં યોજાનાર બીજી વિશ્વ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી છે. સાથે જ આ બંને બહેનો પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ પણ લગાવી દીધો છે. ગીતા અને બબીતાના સ્થાને સાક્ષી અને લલિતાને સામેલ કરી લેવામાં આવી છે. સુમિત (૧૨૫ કિગ્રા) અને રાહુલ અવારે (૫૭ કિગ્રા) પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. સંઘના સહાયક સચિવ વિનોદ તોમરે કહ્યું, ”આ ચારેય પહેલવાનો પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.” સુમિતે ઉલાનબતોરમાં યોજાયેલ ક્વોલિફાયરના કાંસ્ય પદક મુકાબલામાં સ્થાન મેળવવા છતાં લડવાનો ઇનકાર કરી દીધો હતો.

You might also like