ઑલિવ સલાડઃ હેલ્થ પણ અને ટેસ્ટ પણ 

વ્યક્તિઃ 4

સામગ્રી:
200 ગ્રામ કાળા અને લીલા ઓલિવ
2 લીંબુની છાલ
લીંબુની 2 પાતળી સ્લાઇસ
2 તમાલપત્ર
1.5 ટી સ્પૂન વરિયાળી
1 ટી સ્પૂન મરી પાવડર અથવા ઓરેગેનો
મીઠું
થોડો ફૂદીનો

રીતઃ
ઓલિવને સંપૂર્ણપણે ધોઇને સાફ કરો. કપડાં પર ફેલાવો અને પાણી સૂકાવા દો. એક સૅાસપેનમાં વરિયાળી ઉમેરીને ત્રણ મિનિટ સુધી શેકો. હવે તેમાં લીંબુની છાલ અને લીંબુની સ્લાઈસ નાખો. હવે તેમાં તમાલપત્ર ઉમેરો. તેમાં બધા ઑલિવ્સ ઉમેરી દો અને શેકતા રહો. હવે તેમાં ઑલિવ ઓઇલ અને ઓરેગાનો મિક્સ કરો. તેને ત્રણ મિનિટ ધીમા તાપે શેકાવા દો. હવે તેમાં ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું ભભરાવો. હવે ઑલિવ સલાડને બાઉલમાં કાઢો. જો કે ધ્યાનમાં રાખવું કે ઑલિવ સલાડ સહેજ ગરમ હશે તો જ ભાવશે.

You might also like