ઓલિવ ઓઈલથી હાડકાં મજબૂત રહે

તમામ પ્રકારનાં તેલોમાં એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલને સૌથી ઉત્તમ માનવામાં અાવે છે. અત્યાર સુધી હૃદયના સ્વાસ્થ્ય માટે ઓલિવ ઓઈલ બેસ્ટ ગણાતું હતું, પણ હવે એમાં વધુ એક ફાયદો ઉમેરાયો છે. સ્પેનના રિસર્ચરોનું તારણ છે કે નિયમિત ખોરાકમાં ઓલિવ ઓઈલનો વપરાશ કરવાથી હાડકાં નબળાં પડતાં અટકે છે. જ્યારે પૂરતાં પોષક તત્ત્વોના અભાવે હાડકાં ગાળતો ઓસ્ટિઓપોરોસિસ નામનો રોગ થાય છે ત્યારે ફરીથી હાડકાંને પહેલાં જેવાં મજબૂત કરવાનું શક્ય નથી રહેતું, પરંતુ હડકાંને નબળાં પડતાં અટકાવવાનું જરૂર શક્ય છે.

You might also like