ઘર કા ભેદી લંકા ઢાયે : NIA મર્ડર કેસમાં પારિવારિક કલેશનો એન્ગલ

નવી દિલ્હી : એનઆઇએ અધિકારી ડીએસપી તંજીલ અહેમદની હત્યા કેસની કડીઓ એક પછી એક મળવા લાગી છે. ઘટનાં પાછળ કૌટુંબીક અદાવત હોય તેવું લાગી રહ્યું છે. એકની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી રહી છે જ્યારે 7 લોકોની પુછપરછ ચાલી રહી છે. જે પૈકી રેહાન નામનો આરોપી તંજીલની બહેનનો જ ભત્રીજો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની રાત્રે તે જ બાઇક ચલાવી રહ્યો હતો. મુખ્યઆરોપી મુનીર નામના શખ્સની શોધખોળ ચાલી રહી છે.

NIAઓફીસરની હત્યાનાં કિસ્સામાં ઉત્તર પ્રદેશે અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત કરી છે. તંજીલના ગામ સહરાનપુરનો જ રહેવાસી હિસ્ટ્રીશીટર મુનીર ફરાર છે. તેણે જ તંજીલને ગોળી મારી હતી. તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. ઘટાનામાં ઉપયોગમાં લેવાયેલુ પલ્સર બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે. એસટીએફ મેરઠ, બરેલી અને બિજનોર પોલીસ તપાસ ચલાવી રહી છે. આઇજી એલઓ પ્રભારી દીપક રતને કહ્યું કે અટકાયત કરાયેલ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

તંજીલ જે લગ્નમાં ગયા હતા તે સમગ્ર આલ્બમમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની તસ્વીરો સામે આવી હતી. આ લગ્નમાંથી પાછા ફરતા સમયે જ તેમના પર ફાયરિંગ થયું હતું. તંજીલનાં પત્ની હાલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તેના બંન્ને બાળકો શુટઆઉટમાં બચી ગયા હતા. અગાઉ આ હત્યાકાંડ પાછળ અગાઉ આતંકવાદી ગ્રુપનો હાથ હોવાની એન્ગલ પણ સામે આવી હતી. જો કે તપાસ બાદ પારિવારિક એન્ગલ સામે આવી હતી. હાલ પોલીસ આ અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે.

You might also like