મોંઘો વાઇન વધુ ટેસ્ટી હોય તેવું કશું જ નથી

વાઇન રસિયાઓ તેમના શોખ માટે હજારો રૂપિયા ખર્ચતા અચકાતા નથી. મોંઘો વાઇન સ્વાદમાં વધુ સારો હોય છે એવું આપણે બધા જ માનીએ છીએ, પરંતુ એમાં ટેસ્ટી કહેવાય એવું કશું જ હોતું નથી. જર્મનીની યુનિ. ઓફ બોનના રિસર્ચરોનું કહવું છે કે મોંઘો વાઇન ટેસ્ટી લાગે છે એ માર્કેટિંગની પ્લેસિબો ઇફેક્ટ જેવું છે. કવોલિટી મેળવવા વધુ પૈસા ખર્ચવા પડે એ માનસિકતા ટેસ્ટ પર પણ અસર કરે છે. જ્યારે વ્યક્તિ મોંઘો વાઇન પીએ છે ત્યારે તેના મગજમાં કેવી પ્રતિક્રિયાઓ ઊઠે છે. એ સમજવા પાર્ટિસિપન્ટસના મગજની મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ ટેસ્ટ કરતાં કરતાં તેમને વાઇન ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જ્યારે પાર્ટિસિપન્ટસને અટ્રેક્ટિવ બોટલમાં એકસપેન્સિવ વાઇન છે એમ કહીને પીરસવામાં આવ્યો ત્યારે તેમના મગજના રિવોર્ડને લગતા ભાગમાં એક્ટિવિટીનું પ્રમાણ વધ્યું હતું. મતલબ કે તમે જે પી રહ્યા છો એની કિંમત વધુ હોવાથી તમે કંઇક વિશેષ પી રહ્યા છો એવું ફીલ તેમને થયું હતું. સસ્તો વાઇન મોંઘી બોટલમાં ભરી પીરસવામાં આવ્યો ત્યારે પણ તેમને એ સ્વાદિષ્ટ લાગ્યો હતો.

You might also like