દાહોદમાં રૂ.14.80 લાખની જૂની ચલણી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ

દાહોદઃ અહીંયા જૂની ચલણી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરાઇ હોવાંનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોધરા આર.આર. સેલે દરોડા પાડીને જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. 500 અને 1000નાં દરની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. રૂ. 14 લાખ 80 હજારની ચલણી નોટો સાથે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં રોજ તાજેતરમાં જ રાજકોટમાં પણ રૂપિયા 1.69 કરોડથી વધુની જૂની ચલણી નોટો કબ્જે કરવામાં આવી હતી. જેમાં એક હજારનાં દરની જૂની 7185 નોટો અને 500નાં દરની 19485 નોટો કબ્જે કરવામાં આવી હતી.

પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ પણ કરી છે. જેમાં એક શખ્સ રાજકોટનો અને બીજો શખ્સ જૂનાગઢનો હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે આ તમામ નોટો કબ્જે કરી લીધી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે નોટબંધીની વર્ષ 2016નાં નવેમ્બર મહિનાની 8 તારીખ સૌ કોઈને યાદ જ હશે. આ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક નોટબંધીની જાહેરાત કરી હતી. 8 નવેમ્બરનાં રોજ રૂ.1000 અને 500ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી હતી. જો કે આ નોટબંધીને લગભગ ડોઢ વર્ષ પૂર્ણ થયા બાદ પણ જૂની ચલણી નોટો ઝડપાવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

You might also like