Categories: India

જૂની નોટો નહિ સ્વીકારતા પેટ્રોલ પંપ સંચાલકો સામે પગલાં લેવાશે

નવી દિલ્હી: કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે જો કોઈ પેટ્રોલ પંપ અથવા સીએનજી ગેસ સ્ટેશનના સંચાલકો જૂની નોટો લેવાનો ઈનકાર કરે તો તેઓ આ અંગે સીધી પેટ્રોલિયમ મંત્રાલયને ફરિયાદ કરી શકશે અને આ અંગે જે તે પેટ્રોલ પંપના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ ગત મંગળવારે સાંજે દેશવાસીઓને સંબોધતાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી ત્યારે ૧૧ નવેમ્બરની મધરાત સુધી પેટ્રોલ પંપ, સીએનજી સ્ટેશન અને હોસ્પિટલો સહિત અન્ય જાહેર સંસ્થાઓમાં આ નોટ ચાલશે તેવી સ્પષ્ટતા કરી હતી, પરંતુ કેટલાક પેટ્રોલ પંપ અને હોસ્પિટલમાં આવી નોટો સ્વીકારવામાં આવતી ન હોવાની ફ‌િરયાદો ઊઠવા પામી છે, જેને ધ્યાનમાં લઈને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ટિ્વટ કરી જણાવ્યું છે કે આવી નોટો સ્વીકારવાનો ઈનકાર કરતા પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનના સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.

કેવી રીતે ફરિયાદ કરવી
આ અંગે કેન્દ્રીય પ્રધાને જણાવ્યું છે કે જો કોઈ ગેસ સ્ટેશન કે પેટ્રોલ પંપના સંચાલક અમારી નોટિસનું ઉલ્લંઘન કરે તો જે તે ગ્રાહકે તેના નામ અને સ્થળને લગતી માહિતી અમને આપવાની રહેશે. આવી ફરિયાદ જે તે ગ્રાહક મારા ટિ્વટર પર અથવા બીજી ઓઈલ કંપનીઓના ટિ્વટર પર આપી શકશે. અમે એલપીજી ડિ‌િસ્ટ્રબ્યૂટર્સ અને જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓએ ૭૨ કલાક સુધી આવી નોટો સ્વીકારવાની રહેશે.

divyesh

Recent Posts

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

1 hour ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

1 hour ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

1 hour ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

1 hour ago

વારાણસીમાં પીએમ મોદીનો મેગા રોડ શો: નીતીશ-ઉદ્ધવ સહિતના દિગ્ગજોની હાજરી

વારાણસી બેઠક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ર૬મીએ ફોર્મ ભરશે તે પહેલાં આજે મેગા રોડ શોનું આયોજન કરવામાં…

1 hour ago

J&K: અનંતનાગમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બીજબહેરામાં આજે સવારે થયેલી અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. સુરક્ષા દળોને અહીંના બાગેન્દ્રર વિસ્તારમાં કેટલાક…

2 hours ago