રદ થયેલી ચલણી નોટો બદલવા હજુ એક તક અપાશે

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક તરફથી રદ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ જમા કરવવાની વધુ એક તક આપવામાં આવે તેવી શક્યતા છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર અમુક ચોકકસ રકમને જ આ યોજના હેઠળ બદલાવી શકાશે. આ અંગે રિઝર્વ બેન્કને આમ જનતાએ અપીલ કરી છે કે જે લોકો ૩૦ ડિસેમ્બર સુધી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બેન્કમાં જમા કરાવી શક્યા નથી તેવા લોકોને વધુ એક તક આપવામાં આવે. ત્યારે આ બાબતે સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે આવી રકમ જમા કરાવવા માટે ૨૦૦૦ની મર્યાદા જ રાખવામાં આવે તેવી શક્યતા છે. આ માટે રિઝર્વ બેન્ક કોઈ અલગ વ્યવસ્થા કરી શકે છે. અને આવી તક ખૂબ ઓછી મર્યાદા માટે આપવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like