સુરત ; વરાછાનાં સરથાણા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી એક મહિલા પર ઘાતક હૂમલો થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘવાઇ હતી. હાલ તેની પરિસ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસે હોસ્પિટલનાં સીસીટીવીનાં આધારે તપાસ આદરતા હૂમલો મહિલાનાં પુર્વ બોયફ્રેન્ડ દ્વારા જ કરવામાં આવ્યો હોવાની બાબત સામે આવી છે. મહિલાનાં બોયફ્રેન્ડે ગળાનાં ભાગે 10 જેટલા ચપ્પુનાં ઘા માર્યા હતા.
સુરતનાં વરાછા વિસ્તારનાં સરથાણામાં આવેલા રોયલ આર્કેડની ખાનગી હોસ્પિટલમાં મહિલા આયા તરીકે કામ કરતી મહિલા પર હૂમલો થયો હતો. આ દરમિયાન તેનો જુનો બોયફ્રેન્ડ સવારે આઠેક વાગ્યાની આસપાસ તેને મળવા પહોંચ્યો હતો. મહિલા ચોથા માળે ઝાડુ પોતા કરી રહી હતી. દરમિયાન તેનાં ગળાનાં ભાગે આઠથી દસ ચપ્પુનાં ઘા ઝીંકી દીધા હતા. તેને લોહી નિકળતી હાલતમાં 108 મારફતે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મુળ ભરૂચની અને કાપોદ્રા સિલ્વર પેલેસમાં રહેતી મહિલાનાં 10 વર્ષ અગાઉ વિકલાંગ કાંતિભાઇ સોજીત્રા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન 3 બાળકો થયા હતા. જો કે લગ્નજીવન દરમિયાન મહિલાને એક યુવક સાથે આંખ મળી ગઇહ તી. જેથી તે તેની સાથે ભાગી ગઇ હતી. જો કે એક જ વર્ષનાં સમયમાં પ્રેમ ઉતરી જતા પતિ પાસે પર ફરી હતી. જો કે ત્યાર બાદ બંન્ને વચ્ચે મનમેળ નહી રહેતા મહિલા એકલી રહેતી હતી.