સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૨૫૦ ડોલરની સપાટી તોડી નીચે ૧૨૪૬ ડોલરની સપાટીએ જોવા મળ્યું હતું. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શક્યતા પાછળ તથા યુએસ ઇક્વિટી બજારમાં જોવા મળેલા ઉછાળાના પગલે બુલિયન બજારમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં વધુ રૂ. ૧૦૦નો ઘટાડો જોવાઇ ૨૯,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એટલું જ નહીં ચાંદીમાં પણ ૨૦૦નો ઘટાડો નોંધાઇ ૩૭,૪૦૦ની સપાટીએ ભાવ જોવાયો હતો. ખરીદીના અભાવ વચ્ચે ઘરઆંગણે પણ ભાવ તૂટી રહ્યા છે.

You might also like