પ્રૌઢોએ પણ ચોકલેટ ખાવી જોઇએ, એનાથી મગજની ક્ષમતા સુધરે

ચોકલેટ કંઇ હંમેશાં બાળકો અને યંગસ્ટર્સને જ બહુ ભાવતી હોય છે એવું નથી, વયસ્કો અને પ્રૌઢો પણ ચોકલેટના રસિયા હોઇ શકે છે અને હવે તો ‌િવજ્ઞાનીઓએ પણ પ્રૌઢોને ચોકલેટ ખાવાનું બહાનું આપી દીધું છે. ઇટાલીની યુનિવર્સિટી ઑફ લા’અકિલાના રિસર્ચરોનું કહેવું છે કે ચૉકલેટમાં વપરાતા કોકો બીન્સમાં ખૂબ જ પુષ્કળ માત્રામાં ફ્લેવનૉઇડ્સ તરીકે ઓળખાતાં એ‌િન્ટઓક્સિડન્ટ્સ રહેલાં હોય છે. આ ખાસ કેમિકલ્સ યુરોપ્રોટેક્ટિવ અસર કરનારાં છે. મતલબ કે મગજના ચેતાતંતુઓનું ‌ડીજનરેશન અટકાવવાનું તેમજ ડૅમેજને રિપેર કરવામાં મદદ કરે એવાં છે. પ્રૌઢોમાં કોકો બીન્સથી વર્કિંગ-મેમરી સુધરે છે. માહિતીનું પ્રોસેસિંગ સરળ બને છે અને મગજ-શરીરના કો-ઑર્ડિનેશનમાં આવતી ઓટમાં પણ ઘટાડો થાય છે.
http://sambhaavnews.com/

You might also like