પ્રાચીનકાળના માનવીઓ શિકાર કરવા વિવિધ ટીમ ગેમ્સ રમતા હતા

વોશિંગ્ટનન: અમેરિકાના સંશોધનકારોએ એક અભ્યાસ પરથી દાવો કર્યો છે કે ગ્રૂપ રમતોની શરૂઆત પ્રાચીનકાળમાં શિકારીઓએ કરી હતી. તેઓ તેમના શિકારની શોધ કરતાં પહેલાં ટીમ ગેમ્સ રમતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આવી રમતોથી તેમની શારીરિક ક્ષમતા અને કૌશલ્યતા વધારતા હતા. અને દબાણ વખતે તેઓ કેવો દેખાવ કરી શકે છે તે પણ ચકાસતા હતા. આવી રમતોથી તેમને શિકારનું કૌશલ્ય વધારવા બળ મળતું હતું.

સંશોધનકારોએ વધુમાં દાવો કરતાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં વિશ્વમાં સ્પર્ધાત્મક ટીમ રમતો રમવામાં આવે છે. તેનો આપણા વિકાસવાદી ઈતિહાસ સાથે ઊંડો નાતો પણ હોઈ શકે છે.

અમેરિકાની ઓરેગન યુનિવર્સિટીના મિશેલ સ્કેલિસ સુમિયામાના જણાવ્યા અનુસાર અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી રમતોએ પ્રાચીનકાળમાં પુરુષોને તેમનું કૌશલ્ય વધારવા અને તેમની ટીમના સભ્યોની પ્રતિબદ્ધતાનું અનુમાન કરવામા મદદ કરી છે.

સાથોસાથ તેનાથી દબાણની સ્થિતિ વખતે દરેકના દેખાવની પણ જાણકારી મળી શકી છે. આ તમામ પ્રવૃત્તિઓ શિકારીઓને તેમના કૌશલ્યને વધારવા માટે અભ્યાસ કરવા પ્રેરિત કરતી હતી.

આ અંગે એવુ માનવામાં આવ્યું છે કે માનવીઓ અને જાનવરોમાં રમતની શરૂઆત વિકાસ, અભ્યાસ અને કૌશલ્યને બહાર લાવવા કરાઈ હતી. જે જીવિત રહેતા માટે આવી બાબત જરૂરી છે. અને તે શિકારીથી બચાવે છે.

આ રીતે લડાઈવાળી રમત આ માટે રમવામા આવે છે. જેથી તેઓ લડતી વખતે સામેની વ્યકિતને હરાવી શકે. આ ઉપરાંત આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગે જાનવરો જ લડાઈ કરે છે જ્યારે માનવીઓ આવું ટીમમાં કરે છે.

You might also like