બુઢાપામાં શરીર ખોખલું ન થઈ જાય એ માટે સ્મોકિંગ બને એટલું વહેલું છોડો

સિગારેટ સ્મોકિંગથી ગંભીર અને પ્રાણઘાતક રોગો થાય છે એવી ચેતવણીને અવગણનારા લોકોના મનમાં રાઈ ભરાયેલી હોય છે કે મને કંઈ નહીં થાય. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડનના નિષ્ણાતોનો લેટેસ્ટ અભ્યાસ વર્ષોથી સ્મોકિંગ કરવા છતાં મને કંઈ નથી થયું એવું માનનારા લોકોની અાંખો ખોલે એવો છે. અા નિષ્ણાતોનું કહેવું છે કે ધારો કે તમે યંગ એજમાં સ્મોકિંગને કારણે થતા રોગોથી બચી ગયા તો ઘડપણ એની અાડઅસરોમાંથી બાકાત નથી રહેવાનું. તમાકુ અને નિકોટિનની અસરને કારણે શરીર ખોખલું થઈ જાય છે.

You might also like