દિલ્હી : ઓલા કેબમાં વિદેશી યુવતી સાથે છેડતી, ડ્રાઇવરની ધરપકડ

દિલ્હીના સીઆર પાર્ક વિસ્તારમાં ઓલા કેબ ડ્રાઇવર દ્વારા એક વિદેશી મહિલા ટૂરીસ્ટ સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. બેલ્જિયમની યુવતીએ આરોપ મૂક્યો છે દિલ્હી એરપોર્ટથી સીઆર પાર્કની હોટલ પહોંચાડાતી વખતે કેબના ડ્રાઇવરે તેની સાથે છેડતી કરી હતી. પોલીસે યુવતીના આરોપ બાદ કેબના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

આરોપી ડ્રાઇવરનું નામ રાજસિંહ છે. ડ્રાઇવર રાજસ્થાનના અલવરનો નિવાસી છી. આ ઘટના શનિવારે રાત્રના 9-30 કલાકે બની હતી. બેલ્જિયમની રહેવાસી યુવતી સીઆર પાર્ક સ્થિત અપની મિત્રના ઘરે જવાન નીકળી હતી. તે ગુડગાંવથી ઓલા ટેક્સીમાં બેઠી હતી. યુવતીએ ટેકસી ડ્રાઇવર પર આરોપ લગાવ્યો છે કે ટેક્સી ડ્રાઇવરે ટેક્સીની જીપીએસ સિસ્ટમ ખરાબ હોવાનું કારણ આપી ઘણા સમય સુધી આમ-તેમ ફેરવી હતી. ત્યારબાદ રસ્તો બતાવવા માટે તેને આગળની સીટમાં બેસાડી હતી.

વિદેશી યુવતી આગળ બેઠી ત્યાર બાદ ડ્રાઇવરે તેનો મોબાઇલ લઇ લીધો અને તેમાંથી કેબની સારી માહિતીનો નાશ કરી દીધો. ત્યાર બાદ તેની છેડતી કરી. યુવતીના વિરોધ પર ડ્રાઇવરે તેને ગોવિંદપુરી વિસ્તારમાં ઉતારી દીધી અને તે નાસી છૂટ્યો હતો. કેબ સર્વિસ પ્રોવાઇડર મુજબ આરોપી ડ્રાઇવરને કેબમાંથી નીકાળી દેવામાં આવ્યો છે. કેબ સર્વિસ પ્રોવાઇઢરે તપાસમાં પોલીસને સહયોગની પણ વાત કરી હતી.

You might also like