જલદી જ હવે ઓલા કેબ તમારા ઘરે પહોંચાડશે કેશ! જાણો કેવી રીતે . . .

નવી દિલ્લી: નોટબંધી પછી કેશની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એપ આધારિત ટેક્સી સેવા આપનારી કંપની ઓલા કેબ ખાનગી ક્ષેત્રે યસ બેંક સાથે પાર્ટનરશિપ કરી રહી છે. ઓલા કેબમાં બેંક તરફથી માઇક્રો એટીએમની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી લોકો ઘરની પાસે જ કેશ મેળવવાની સુવિધા મેળવી શકે.

યસ બેંકના વરિષ્ઠ અધ્યક્ષ તેમજ ભારતના પ્રમુખ અધિકારી રજત મેહતાએ કહ્યું છે કે આનાથી વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવું અમારી પ્રાથમિકતાનો ભાગ છે. અમે ઓલાની સાથે ચાલતા ફરતા સમાધન પર કામ કરી રહ્યા છે, એનો અર્થ થાય કે કેશ મેળવવા માટે કેબ તમારી પાસે આવશે. અમે આ સુવિધાને શરૂ કરવાની બસ તૈયારીમાં જ છીએ અને અમને આશા છે કે આ સેવાની શરૂઆત અમે અઠવાડિયાની અંદર અથવા વધુમાં વધુ 10 દિવસમાં કરી લઈશું.

યસ બેંક અને ઓલાએ સોમવારે આ સેવાની શરૂઆત કરી હતી જ્યાં ગ્રાહકો પીઓએસ મશી દ્વારા કેશ કાઢી શકે છે. એમાં કોઈ પણ બેંકનો ગ્રાહક 2,000થી વધુ રૂપિયા કેશ કાઢી શકે છે.

You might also like