ઈલેક્ટ્રિક સ્કૂટરઃ માત્ર 2 કલાકમાં બેટરી ચાર્જ થશે, કિમીએ પડશે માત્ર 10 પૈસા

ભારતમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવતી કંપની ઓકિનોવાએ ડિસેમ્બર 2017માં ભારતીય માર્કેટમાં ઈ સ્કૂટર ‘પ્રેજ’ લૉન્ચ કર્યું હતું. પ્રેજ ઑકિનોવા હાઈસ્પીડ સ્કૂટર છે અને દિલ્હીમાં તેની કિંમત 59,889 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટર માર્કેટમાં જાન્યુઆરીથી મળવાનું સ્ટાર્ટ થઈ જશે. સૌથી પહેલા આ સ્કૂટર દિલ્હીમાં વેચવામાં આવશે અને ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં વહેંચવામાં આવશે.

10 પૈસામાં પડશે 1કિમી
ઑકિનાવા કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્કૂટરનો ઉપયોગ કરવાથી 1 કિલોમીટરે માત્ર 10 પૈસાનો ખર્ચ થશે. એટલે કે ટૂ-વ્હીલર કરતાં ક્યાંય સસ્તું પડશે તમને આ ઈલેક્ટ્રિક સ્કૂટર.

75 km/hની ટૉપ સ્પીડ
આ સ્કૂટરમાં 1000 વૉટની ઈલેક્ટ્રિક મોટર લાગેલી છે, જે 3.35 BHP પાવર પેદા કરે છે, જેનાથી 75 કિમી પ્રતિ કલાકની ટૉપ સ્પીડથી સ્કૂટર ચલાવી શકાશે.

સેફ્ટીનું રાખવામાં આવ્યું છે ધ્યાન
આ સ્કૂટરમાં 12 ઈંચના વ્હીલ્સની સાથે ફ્રંટમાં ટ્વિન ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, જે તમને 75 પ્રતિ કિમીની સ્પીડને રોકવામાં મદદ કરશે.

આરામદાયક મુસાફરી
આ પ્રેજ નામના સ્કૂટરમાં ફ્રંટમાં ટેલિસ્કૉપિક ફૉક્સ અને રિયરમાં ડબલ શૉક્સ આપવામાં આવ્યા છે. જે મુસાફરીને આરામદાયક બનાવશે.

LED લાઈટ્સ
આ સ્કૂટરમાં ડે ટાઈમ રનિંગ લાઈટ્સની સાથે LED હેડલાઈટ આપવામાં આવી છે, જે રાત્રે પણ સ્કૂટર ચલાવવામાં મદદ કરશે. ઉપરાંત ટેલલાઈટમાં પણ એલઈડી આપવામાં આવી છે.

બે પ્રકારની બેટરી
કંપની આ સ્કૂટર બે બેટરી ઑપ્શન્સ સાથે લૉન્ચ કરશે. જેમાં લગાવવામાં આવેલ VRLA બેટરીને 6 થી 8 કલાકમાં રિચાર્જ કરી શકાશે. ઉપરાંત લીથિયમ આયન વર્ઝન બેટરી માત્ર બે કલાકમાં ચાર્જ કરી શકાશે, પરંતુ તેના માટે તમારે ખરીદીના ભાવ ઉપરાંત અલગથી 5000 રૂપિયા ખર્ચવા પડશે.

You might also like