તબાહી મચાવનાર ઓખી વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ વળ્યું, અત્યાર સુધી 16ના મોત

કેરળ અને તમિલનાડુમાં વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ ઓખી વાવાઝોડું હવે સોરાષ્ટ્રના સમુદ્રમાં આવી રહ્યું હોવાના વાવડ મળતા માછીમારોએ પોતાની રીતે સલામત સ્થળ પર ખસી જવાની જાણ કરી છે. જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોર્ટ વિભાગને આ અંગે કોઈ જાણ નથી .

દરિયામાં આવેલા ઓખી વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું સોરાષ્ટ્ર તરફ આવી રહ્યું હોવાની માછીમારોને જાણ થતા માછીમારોએ વી.એચ.એફ રેડિયો સમુદ્રમાં માછીમારી કરી રહેલી ફિશિંગ બોટોને જાણ કરી છે કે સમુદ્રમાં તોફાની સ્થિતિ હોઈ તો તાત્કાલિક નજીકના બંદરે અથવા સલામત બંદરે પહોચી જવું જેથી માનવ જિંદગી બચી શકે અને બોટોને નુકશાન ના થાય.

– ઓખા બંદરે માછીમારોને અપાતા ટોકન બંધ કરાયા
– વાવાઝોડાની આગાહીને પગેલ ટોકન આપવાના બંધ કરાયા
– માછીમારી કરવા ગયેલ બોટને પરત લાવવાની કામગીરી હાથ ધરાઇ

બોટ એસોસિએશન પોરબંદરના પ્રમુખ ભરત મોદીએ જણાવ્યું હતું કે, કેરળ તરફથી આવી રહેલા વાવાઝોડા બાબતે આજે કોસ્ટગાર્ડ તરફથી ટેલીફોનીક જાણ કરવામાં આવેલી હતી બાદમાં ફીશરીસ વિભાગે લેખિત જાણ કરી હતી જેના પગલે તમામ આગેવાનોએ માછીમાર બોટ માલિકોને વોટ્સઅપથી અને સમુદ્રમાં વી.એચ.એફથી તાત્કાલિક જાણ કરી છે અને સલામત સ્થળ પર પહોચી જવા જાણ કરી છે પોર્ટ વિભાગ તરફથી બંદર વિસ્તાર માં જે સિગ્નલ લગાવવા નું હોઈ તે હાલ સુધી લગાવેલ નથી.

થોડા સમય પહેલા પણ સરકારની કે વહીવટી તંત્ર તરફથી સમયસર જાણ નહિ થવાથી કે ભૂલના કારણે માછીમારોની અનેક બોટોએ સમુદ્રમાં જળ સમાધિ લીધી હતી. અનેક માછીમારોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ વખતે પણ આવી ઘટનાના બને તેથી માછીમારો એ જાતે જ નિર્ણય લઇને વી.એચ .એફથી જાણ કરી દેવામાં આવી છે.

You might also like