VIDEO: ફિલ્મ ‘ઓકે જાનૂ’ નું ટ્રેલરે મચાવી ધૂમ

મુંબઇ: આદિત્ય કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મી રોમાન્સની સ્ટોરી કહેતી ઓકે જાનૂ નું તાજેતરમાં જ ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરને જોઇને અંદાજો લગાવાઇ રહ્યો છે કે ડાયરેક્ટર શાદ અલી પોતાના જૂના ફોર્મમાં પાછા આવી રહ્યા છે.

આશિકી 2ના આ કો સ્ટાર્સ એક વખત ફરીથી દર્શકોને પોતાના જાદુ બતાવવા પૂરી રીતે તૈયાર છે. બીજી બાજુ આ પિલ્મને લઇને એવા સમાચાર મળ્યા છે કે આ ફિલ્મમાં રણવીર સિંહની ફિલ્મ બેફિક્રેથી વધારે કિસિંગ સીન છે, કહેવાય છે કે 30 કિસિંગ સીન્સ જોવા મળશે. તો બીજી બાજુ આ ફિલ્મનો એક દિવસના વ્યૂઝ જઇને હેરાન થઇ જશો.

આ ફિલ્મના ટ્રેલરને 1 દિવસમાં 60 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ફિલ્મ સાઉથની સુપરહીટ મૂવી ઓકે કનમનીની રીમેક છે જેને મણિરત્મએ બનાવી છે. જણાવી દઇએ કે વર્ષ 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક સુર હીટ સાબિત થઇ હતી. માત્ર 16 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મએ એકલા સાઉથમાં આશરે 28 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં સુપર સ્ટાર મમૂટીના પુત્ર દિલકર સલમાન અને અભિનેત્રી નિત્યા મેનન લીડ રોલમાં હતાં.

You might also like