આદિત્ય- શ્રદ્ધાનું ‘હમ્મા હમ્મા’ ગીત નાચવા કરશે મજબુર

મુંબઇઃ નવા વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઓકે જાનૂ’ની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જેના ટ્રેલરે તો પહેલેથી જ ધૂમ મચાવી છે. ત્યારે હવે તેનું પ્રથમ ગીત હમ્મા હમ્મા રિલીઝ થઇ રહ્યું છે. જેમાં શ્રદ્ધા અને આદિત્યની ગજબની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. શ્રદ્ધા અને આદિત્યના ફૂલ ટુ રોમાન્સથી ભરેલી ફિલ્મ આશીકી-2ને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. ત્યારે હવે આ ફિલ્મની પણ દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

ફિલ્મ ઓકે જાનુ લવ બર્ડ્સ ટાઇમ ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલર બાદ ફિલ્મનું પ્રથમ ટ્રેક સોંગ હમ્મા હમ્મી રિલીઝ થયું છે. જેમાં આદિત્ય અને શ્રદ્ધા બેડરૂમમાં એક ટ્રેક પર નાચે છે અને પ્રેમ કરતા જોવા મળ છે. તેનું ઓરિજીનલ ગીત એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પર ફિલ્મ બોમ્બેમાં શૂટ કરવામાં આવ્યું હતું.

home

You might also like