આ અભિનેત્રીએ રણવીર સિંહ જોડે કામ કરવાની પાડી ‘ના’!

ઝોયા અખ્તર દિગ્દર્શિત રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ “ગલી બોય” વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ કરવામાં આવશે. રણવીર સાથે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ છે. ફિલ્મના કાસ્ટિંગ વિશે એક સમાચાર એવા આવ્યા છે કે ટીવી અભિનેત્રી ઓજસ્વી અરોરાએ ફિલ્મ માટેની ઓફર નકારી હતી.

તાજેતરના અહેવાલો અનુસાર, ટીવી સીરિયલ “ક્યા હાલ મિસ્ટર પંચાલ” ના અભિનેતા ઓજસ્વી અરોરાએ ગલી બોયમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણો વિશે વાત કરતા, ઓજસ્વી મિસ્ટર પંચાલ પર તેનું સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે અને આ કારણે તેણે આ ઓફરને ફગાવી દીધી હતી.

આ સિરિયલમાં, તે પ્રેક્ષકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી છે, જેમાં તે એક પરીનો પાત્ર નિભાવી રહી છે. આ ઉપરાંત તે સોની ટીવી શો “કૉમેડી સર્કસ”માં પણ જોવા મળશે. ફિલ્મ વિશે વાત કરતા, રણવીર સિંહ બીજી વખત ઝોયા અખ્તર સાથે કામ કરતા જોવા મળશે. આ ઉપરાંત, અલીયા-રણવીર ઘણી એડ્સમાં સાથે દેખાયા છે, તે પ્રથમ વખત સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

આલિયા-રણવિર સિવાય, ફિલ્મમાં ચતુર્વેદી અને કલ્કિ કોચલિન પણ જોવા મળશે. ફિલ્મ માટે રિસિઝ ડેટ ફેબ્રુઆરી 14, 2018માં રાખવામાં આવી છે.

તેની વાર્તા રેપર ડીવાઈન અને નેજીના જીવનથી પ્રેરિત છે. ઝૂંપડપટ્ટીમાં મોટો થયેલો એક છોકરો જીવનમાં એક સારો રેપર કેવી રીતે બને છે તે બતાવવામાં આવશે.

You might also like