પાકિસ્તાન: તેલના ટેન્કરમાં બ્લાસ્ટ, 123ના મોત, 70થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં તેલનું ટેંકર ફાટવાની દુર્ઘટના સર્જાઈ છે. રવિવાર વહેલી સવારે આ ઘટના સર્જાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 123 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબના ભવાલપુર શહેરમાં થઈ છે.

પાકિસ્તાની ન્યુઝમાંથી મળતી માહિતી મુજબ, તેલ બરેલુ ટેન્કર પલટી ખાઈ ગયું, જેથી લોકોએ તેલ ભરવા માટે પડાપડી કરી. તેવા સમયે અચાનક સ્પાર્ક થતા ટેન્કર બ્લાસ્ટ થયું. ટેન્કર ફાટવાનો ધમાકો એટલો જબરદસ્ત હતો કે, તેની ઝપેટમાં કેટલાએ નિર્દોષ નાગરીકો આવી ગયા. ેટલું જ નહી આજુબાજુમાં પાર્ક કરેલા કેટલાએ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયી. હાલમાં સરકારે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે ઘાયલ લોકોને જીલ્લાની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે કસેડવામાં આવ્યા છે.

You might also like