ક્રૂડ ૨૦ ડોલરે જોવાય તેવી શક્યતાઃ મોર્ગન સ્ટેન્લી

મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં ચીનના મેન્યુફેક્ચરિંગ ડેટા નબળા આવતાં ચિંતા જોવા મળી રહી છે. ચીનનાં ચલણ યુઆનનું અવમૂલ્યન કરાતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટીને ૨૦ ડોલર પ્રતિ બેરલે સપાટીએ જોવાઇ શકે છે. મોર્ગન સ્ટેન્લીના મત મુજબ ઇરાન દ્વારા ક્રૂડના ઊંચા ઉત્પાદનના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડનો સ્ટોક વધ્યો છે, જે આ અનુમાનને સાચો સાબિત કરી શકે છે.

મોર્ગન સ્ટેન્લીના અનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઓવર સપ્લાયને કારણે ક્રૂડની કિંમતમાં એટલો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણની પ્રક્રિયા પણ ધીમી પડી શકે. એનાલિસ્ટના કહેવા પ્રમાણે સતત મજબૂત થઇ રહેલા ડોલરની સામે ક્રૂડની કિંમત ૨૦થી ૨૫ ડોલર સુધી ઘટવાનું અનુમાન છે. આ માત્ર ચલણને કારણે થશે. મોર્ગન સ્ટેન્લીએ રિપોર્ટમાં કહ્યું છે કે ડોલરમાં ૩.૨ ટકાની મજબૂતાઇથી ચીનના યુઆનમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે, જેને કારણે ક્રૂડની કિંમતમાં ૬થી ૧૫ ટકા અથવા બેથી પાંચ ડોલર પ્રતિ બેરલનો ઘટાડો જોવાઇ શકે છે.

You might also like