29 રૂપિયાના પેટ્રોલ પર આપણે ચૂકવીએ છીએ 153 ટકા ટેક્સ

દિલ્હી હોય કે મુંબઇ મોંઘવારીનો માર દરેક જગ્યા પર સામાન્ય નાગરિકને ઊઠાવવો પડે છે. ભલે કાચા તેલની કિંમત અને ડોલર રૂપિયો નીચે જવાના કારણે તેલ કંપનીઓ માટે પેટ્રોલની કિંમત 29.54 રૂપિયા પ્રતિ લીટર હોય પરંતુ મુંબઇમાં ગ્રાહકો એના માટે આશરે 77.50 રૂપિયા ખર્ચ કરે છે.

અહીંયા ગ્રાહક પ્રતિ લિટર પેટ્રોલ પર આશરે 47.96 રૂપિયા ટેક્સના રૂપમાં આપે છે. એનાથી ગ્રાહકોને બજાર કિંમતથી વધારે ખર્ચ કરવો પડે છે. ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી વધારે કિંમતમાં કેન્દ્રીય ઉત્પાદ કિંમત, રાજ્ય વેટ, જકાત, સેસ અને પેટ્રોલ પંપ માલિકો માટે કમિશનનો સમાવેશ થાય છે જેના કારણે ગ્રાહકોને કિંમતના આશરે 153 ટકા ટેક્સના રૂપમાં ચૂકવવા પડે છે.

એક વરિષ્ઠ અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે પેટ્રોલ પર જકાતને વધારીને સરકાર પોતાના રાજ્યની આવક વધારવાનો પ્રયત્ન કરે છે. એક સમય હતો જ્યારે એના ઋણનું સ્તર 4.13 લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ ગયું હતું, હવે આ એક એવા તબક્કામાં પહોંચી ગયા છે કે જ્યારે વધારે વ્યય કોષ કરવા માટે ઋણમાં વધારો કરી શકાતો નથી. વધારે કિંમત અને જકાત જ એક માત્ર વિકલ્પ હોઇ શકે છે.

પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાના વધારાની અસર પર લોકોનું અલગ અલગ મંતવ્ય છે. કેટલાક લોકોનું કહેવું છે કે એનાથી તેલની કિંમતો પર અસર પડશે, વિશેષ રૂપથી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવામાં. જ્યારે કેટલાકનું કહેવું છે કે એની ફુગાવા પર વધારે અસર પડશે નહીં. કારણ કે આ કાર્ગો શિપ અને ટ્રાન્સપોર્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું ઇંધણ નથી.

પેટ્રોલની કિંમત- 29.54 રૂપિયા
સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી- 21.48 રૂપિયા
મુંબઇ ઓક્ટ્રોય- 1.10 રૂપિયા
ટ્રાન્સપોર્ટેશન કિંમત- 0.20 રૂપિયા
સ્ટેટ વેટ- 22.60 રૂપિયા
ડીલર કમિશન- 2.58 રૂપિયા
રિટેલ પ્રાઇઝ મુંબઇ- 77.50
રિટેલ પ્રાઇઝ દિલ્હી- 68.26

http://sambhaavnews.com/

You might also like