તેલ અને દાળના ભાવ વધતાં હવે ફરસાણ પણ મોંઘુ બનશે

અમદાવાદ: ખાદ્યતેલમાં સતત વધી રહેલા ભાવના પગલે હવે ફરસાણમાં પણ ભાવ વધારો તોળાઇ રહ્યો છે. માત્ર તેલ જ નહીં દાળના ભાવ આસમાને વધતાં, મજૂરી મોંઘી થતાં અને હવે તેલના ભાવ પણ વધતાં ભાવ સ્થિર રાખવાની કો‌િશશ કરી રહેલા ફરસાણના વેપારીઓએ ભાવવધારાની રજૂઆત કરતાં હવે ટૂંક સમયમાં ફરસાણમાં ૧૦થી વધુ ટકા ભાવવધારો આવશે. અમદાવાદ શહેરમાં પ૦૦ જેટલા મોટા વેપારીઓ સહિત કુલ ૩૦૦૦ નાના-મોટા વેપારીઓ ફરસાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

હાલમાં બજારમાં રેગ્યુલર ફરસાણનો ભાવ રૂ.૧૬૦ થી શરૂ કરીને ર૦૦ રૂ. સુધી ચાલે છે. જે વધીને હવે ૧૮૦ થી રરપ થવાની શકયતા છે. ફરસાણના વેપારી ગોવિંદભાઇએ કહ્યું હતું કે ચણાદાળ અને તેલ ફરસાણમાં સૌથી મોટો હિસ્સો છે. દાળના ભાવ તો જેમ તેમ કરીને સહી ગયા પણ હવે તેલના વધતા જતા ભાવને કારણે ફરજિયાતપણે ખમણ સહિતના અન્ય તમામ ફરસાણના ભાવ વધારવા પડશે. ખાદ્યતેલમાં તમામ તેલમાં તેજીની ચમક છે. સિંગતેલમાં હાલમાં માલની ખેંચ છે. દસ કિલો લુઝ તેલનો ભાવ રપ રૂપિયા વધીને ૧૧પ૦ બોલાતો હતો ટેકસ પેઇડ નવા ડબ્બાના ૧૦ના સુધારાથી ભાવ ૧૮૬પ હતા.

કપાસિયા તેલના ભાવ ૧૦૯૦થી ૧૧રપ હતા. હવે છેલ્લા સપ્તાહમાં તમામ તેલના ભાવ વધ્યા છે. હાલમાં સિંગતેલ ૧૯૦૦ અને પામતેલ ૧૦૦૦ની સપાટી આંબી ગયા છે. જે હજી પણ વધવાની શકયતા છે. બીજી તરફ દાળના ભાવ પણ ર૦૦ સુધી પહોંચવાની તૈયારીમાં છે. જેના કારણે ભ‌િજયાં, દાળવડાં, ખમણ, ગાંઠિયા અને ફાફડાના ભાવ વધશે.

વર્ષ ર૦૧રમાં સિંગતેલના ડબાનો ભાવ રૂ.રપ૦૦ સુધી પહોંચ્યો હતો ત્યારબાદ ર૦૧૩માં ૧૮૦૦ અને હાલમાં ૧ર૦૦ રૂ. પણ હવે એક ધારા વધી રહેલા ભાવે વેપારીઓને ચિંતિત કર્યા છે. આ અંગે ફરસાણ એસો‌િસયેશનના પ્રમુખ મુરલીધર ડી. અગરવાલે કહ્યું હતું કે વેપારીઓની ભાવવધારા અંગેની રજૂઆતો આવવાની શરૂ થઇ ગઇ છે. તેલ, દાળના વધતા ભાવ અને મજૂરી મોંઘી થવાના પગલે ટૂંક સમયમાં ‌િમ‌િટંગ બોલાવીશું અને ભાવવધારા અંગે નિર્ણય લઇશું.

You might also like