ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સુધારો

અમદાવાદ: શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૮૧ પોઇન્ટના સુધારે ૩૧,૮૬૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૪ પોઇન્ટના સુધારે દશ હજારની સપાટીની નજીક ૯,૯૮૯ની સપાટીએ ખૂલી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. ભેલ અને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેરમાં ૧.૩૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બેન્કિંગ, ઓટોમોબાઇલ, એફએમસીજી, આઇટી, ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૫ ટકાનો સુધારો જોવાયો હતો. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેર જેવા કે પેટ્રોનેટ એલએનજી, ડેવિસ લેબ્સ, જેએસડબ્લ્યુ એનર્જી, ગુજરાત અંબુજા એક્સપોર્ટ, એચબીએલ પાવર કંપનીના શેરમાં પાંચથી આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નિફ્ટીના આ શેરમાં ઉછાળો નોંધાયો
કંપનીનું નામ ટકાવારીમાં ઉછાળો
ગેઈલ ૨.૪૭ ટકા
ભારત પેટ્રોલિયમ ૧.૪૮ ટકા
લાર્સન એન્ડ ટુબ્રો ૧.૪૪ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૪૩ ટકા
ટાટા પાવર ૧.૩૬ ટકા

રિલાયન્સ સુધર્યો
આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૯૧ ટકાનો સુધારો નોંધાતો જોવાયો હતો. આ શેર રૂ.૮ર૪ના મથાળે ટ્રેડિંગમાં જાેવાયો હતો. પાછલા સપ્તાહે આ કંપનીનો શેર રૂ. ૮૧૭.૧૫ના મથાળે બંધ આવ્યો હતો.

જાપાનનો નિક્કી શેરબજાર ઈન્ડેક્સ ૨૭૭ પોઈન્ટ ઊછળ્યો
આજે સપ્તાહની શરૂઆતે એશિયાઈ શેરબજારો ઊંચા ગેપથી ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી શેરબજાર ઈન્ડેક્સ ૨૭૦ પોઈન્ટ ઊછળ્યો હતો. એ જ પ્રમાણે હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સમાં પણ ૨૮૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. ચીનના શાંઘાઈ શેબજાર ઈન્ડેક્સ સહિત દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઈન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં ખૂલ્યો હતો. નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે નોંધાયેલી નવી ખરીદીના પગલે એશિયાઈ શેરબજારોમાં સુધારાની ચાલ નોંધાઈ હતી.

You might also like