ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીના શેર ઊછળ્યા

અમદાવાદ, શુક્રવાર
ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. રિલાયન્સ સહિત અન્ય ઓઇલ-ગેસ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૧.૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. સિંગાપોર બેન્ચમાર્ક માર્જિન ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરમાં પાછલા એક સપ્તાહથી ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

એટલું જ નહીં અમેરિકાના કેટલાક પ્રદેશોમાં થયેલા વાવાઝોડાની અસરથી પ્રોડક્શન અને સપ્લાય ઉપર સીધી નકારાત્મક અસર નોંધાશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ઓઇલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

એક સપ્તાહમાં ઓઈલ-ગેસ કંપનીના શેર ઊછળ્યા
રિલાયન્સ ૧.૬૭ ટકા
મેંગ્લોર રિફાઈનરી ૧૧.૧૬ ટકા
આઈઓસી ૬.૦૪ ટકા
બીપીસીએલ ૪.૦૧ ટકા
એચપીસીએલ ૪.૦૭ ટકા
ચેન્નઈ પેટ્રો ૭.૫૭ ટકા

You might also like