બીજા વ્યક્તિને આરબીઆઇ ગર્વનર સમજી કર્યું સ્વાગત, ઉર્જિત પટેલ પાસે માંગ્યું આઇકાર્ડ

નવી દિલ્હી: નવનિયુક્ત રિઝર્વ બેંકના ગર્વનર (આઇબીઆઇ) ઉર્જિત પટેલ પહેલીવાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા ગયા, પરંતુ આયોગના અધિકારીઓએ તેમના પહેલાં ત્યાં પહોંચેલા બીજા કોઇ વ્યક્તિને ભૂલથી ગર્વનર સમજી લીધા. જ્યારે ઠાઠ-માઠ વિના ઉર્જિત પટેલ ત્યાં પહોંચ્યા તો ગાર્ડે તેમની પાસે આઇકાર્ડ માંગ્યું. તેમણે ચુપચાપ આઇકાર્ડ બતાવી દીધું.

ઉર્જિતની સાદગીએ ઓફિસરોને ગેરસમજમાં મુકી દીધા. નીતિ આયોગના મુખ્ય કાર્યાલયના અધિકારીઓએ ઉર્જિતના સ્વાગત માટે તૈયારીઓ કરી લીધી હતી. એક વરિષ્ઠ અધિકારી કાર્યાલયના રિસેપ્શન પર તેમના આવવાની રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે કાર્યાલયના ગેટ પર એક લક્સરી કાર આવીને ઉભી રહી. ત્યાં અધિકારીઓએ કારમાંથી નિકળનાર વ્યક્તિને ઉર્જિત પટેલ સમજી તેમનું વેલકમ કર્યું અને તેને નીતિ આયોગની ઓફિસના મુખ્ય સુધી લઇને આવ્યા.

જો કે થોડીવાર બાદ ઉર્જિત પટેલ પણ પોતાની કાર લઇને ત્યાં પહોંચ્યા. મેન ગેટ પર ગોઠવાયેલા સીઆઇએસએફના જવાને ઉર્જિત પટેલને ઓળખ્યા નહી અને તેમની પાસે આઇકાર્ડ માંગ્યું.

ઉર્જિત પટેલનો નીતિ આયોગના ચેરમેન અરવિંદ પનગઢીયાની સાથે મંગળવારે વાતચીતનો કાર્યક્રમ નક્કી હતો.

You might also like