ઓફિસર્સ ચોઇસની સફળતાનો હાવર્ડ યુનિવર્સિટીનાં અભ્યાસક્રમમાં સમાવેશ

મુંબઇ : ઓફિસર્સ ચોઇસ વ્હિસ્કીએ ગત્ત છ વર્ષમાં બેગપાઇપર અને મેકડોવલ્સ જેવી દિગ્ગજ કંપનીઓને પછાડીને ભારતમાં વેચાણના મુદ્દે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ આ કંપની હવે દુનિયામાં વેચાણનાં મુદ્દે બીજા નંબર પર છે. કિશોર છાબડિયા દ્વારા પ્રમોટેડ અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ (એબીડી)એ 2015-16માં ભારતમાં 2 કરોડ 60 લાખ વોલ્યુમ વ્હીસ્કી વેચી હતી.

કંપનીએ ગત્ત વર્ષી તુલનાએ 11 ટકાનો ગ્રોથ પ્રાપ્ત કરતા ભારતના વ્હીસ્કી માર્કેટમાં પોતાની ભાગીદારીને લગભગ 40 ટકા સુધી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હવે વ્હિસ્કી કંપની ઓફીસર્સ ચોઇસની સફળતાને હાવર્ડ બિઝનેસ સ્કૂલનાં અભ્યાસક્રમમાં સમાવવામાં આવી છે.

હાવર્ડ યૂનિવર્સિટીની સંસ્થઆ હાવર્ડ બિઝનેસ પબ્લિશિંગે દુનિયાભરનાં 10,000 કેસ સ્ટડીમાંથી તેની પસંદગી કરી છે. તેમાં ઓફીસર્સ ચોઇસની સફળતા સહિત ભારતમાંથી પણ કેટલાક કેસ પસંદ કરવામાં આવ્યા હતા. 2008માં એબેડીએ માત્ર 66 લાખ વોલ્યુમનું વેચાણ કર્યું હતું. ત્યાર બાદથી જ કંપની સતત 15 ટકાનો ગ્રોથ પ્રાપ્ત કર્યો અને 2013-14માં કંપનીએ તત્કાલીન માર્કેટ લીડર યુનાઇટેડ સ્પિરિટ્સને વેચાણનાં મુદ્દે પાછળ છોડી દીધા હતા.

કંપનીએ 2007માં દિપક રોયને સીઇઓ નિયુક્ત કર્યા હતા. તે સમયે યૂનાઇટેડ સ્પિરિટ્સના બ્રેંડ બેગપાઇપરની સેલ 6.63 મિલિયન વોલ્યુંમ હતી. સૌથી રસપ્રદ બાબત છે કે ઓફીસર્સ સાથે જોડાતા પહેલા તેઓ યૂબી સાથે જોડાયા હતા. તેઓ કંપનીનાં ચેરમેન વિજય માલ્યાનાં અંગત લોકો પૈકી એક હતા.

You might also like