ઓફિસ જતાં-આવતાં ટ્રાવેલિંગમાં એક કલાક થાય તો ડિપ્રેશન આવી શકે

ઓફિસ આવવા-જવા માટે લાંબા કલાકોનું ટ્રાવેલિંગ માત્ર સમયનો જ વ્યય કરે છે એવું નથી, પરંતુ એ માનસિક સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકે છે. અભ્યાસુઓએ ૩૪,૦૦૦ અેડલ્ટ્સનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે જે લોકોની ઓફિસ ઘરથી રોજ એક કલાકના અંતરે આવેલી હોય છે એવા ૩૩ ટકા લોકો ડિપ્રેસ્ડ હતા. ટ્રેન, બસ કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલિંગ કરવાનું હોય કે પોતાની કારમાં, કમ્પ્ય‌ૂ‌િટંગના કલાકો વધવાથી તમામ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર એકસરખી અસર થાય છે. લાંબા ટ્રાવેલિંગના કારણે જે લોકોને સાત કલાકની પૂરતી ઊંઘ નથી મળતી એવા લોકોમાં માનસિક અવસ્થતાની સંભાવના ૪૬ ટકા જેટલી વધી જાય છે.
http://sambhaavnews.com/

You might also like