ઓફિસમાં બોસથી દૂર બેસશો તો સારું પર્ફોર્મ કરી શકશો

બોસની અાગળપાછળ ફર્યા કરવાથી થોડાક સમય માટે નોકરીમાં બઢતી કે ફાયદો થતો હોય એવું બની શકે છે, પણ હકીકતમાં તમારો પર્ફોર્મન્સ સુધરે જ એવું જરૂરી નથી. નેધરલેન્ડ્સની રોટરડેમ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ્સે પાંચ અલગ અલગ અભ્યાસમાં નોંધ્યું હતું કે બોસથી દૂર બેસનારા લોકો વધુ કાર્યક્ષમ, વધુ જવાબદાર અને વધુ પ્રોડક્ટિવિટી અાપતા હોય છે. રિસર્ચરોએ અલગ અલગ સેક્ટરના ૧૫૦ કર્મચારીઓની કાર્યશૈલી અને પ્રોડક્ટિવિટી તપાસીને અા તારવ્યું હતું. અભ્યાસમાં સ્ટુડન્ટ્સે એ પણ નોંધ્યું હતું કે બોસની નજીક બેસનારા લોકો નાની-નાની વાતે નિર્ણય લેવામાં બોસ પર અાધારિત હોય છે.

You might also like