ઓફિસમાં અાઠ કલાક બેસવાનું હોય તો એક કલાક કસરત કરો

ઓફિસમાં ટેબલ-ખુરશી પર બેસીને અાઠ કલાક સુધી કામ કરવાની વાત હવે કોમન થઈ ગઈ છે. કામ માટે અાઠ કલાક ઓફિસમાં બેસી રહેવા ઉપરાંત અાપણે જમવા, ટીવી જોવા અને નવરાશના સમયે પણ બેસી રહેતા હોઈએ છીએ. અા પહેલા અનેક અભ્યાસમાં કહેવામાં અાવ્યું છે કે જેટલા કલાક સુધી બેસી રહેવામાં અાવે તેટલું સ્વાસ્થ્ય પર જોખમ વધે છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે દર વર્ષે લગભગ ૫૦ લાખ લોકો અપૂરતી સ્વાસ્થ્ય વ્યવસ્થાના લીધે બિમાર પડે છે. બેઠાડુ કાર્યશૈલીને સરભર કરવા માટે મધ્યમ કક્ષાની કસરત કરવામાં અાવે તો સ્વાસ્થ્ય પર ઊભુ થતું જોખમ ભરપાઈ થાય છે. રોજ અાઠ કલાક બેસી રહેનારી વ્યક્તિએ રોજ ઓછામાં ઓછું પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૬૦થી ૭૦ મિનિટ ચાલવાની ભલામણ કરાઈ છે.

You might also like