ઓડિશામાં હવે જેલની સુરક્ષા કિન્નરો કરશે

લંડન: લગ્નોમાં નાચતા અને ટ્રેનોમાં પૈસા માગતા કે બાળકના જન્મ વખતે ફરજિયાત દાન માગતા કિન્નરો હવે ઓડ‌‌િશામાં જેલની સુરક્ષા કરશે. આ માટે ઓડિશા સરકારે જેલોની સુરક્ષા માટે ટ્રાન્સજેન્ડરોની નિમણુંક કરવાની યોજના બનાવી છે. આ રાજ્ય દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેમાં કિન્નરોને જેલની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. આવો નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરવામાં આવ્યો છે.

જોકે સરકારના આવા નિર્ણય બાદ જેલ માટે જે કિન્નરની નિમણુંક કરવામાં આવશે તેમાં કિન્નરોએ કર્મચારી પસંદગી પંચની પરીક્ષા પાસ કરવી પડશે. આ અંગે ઓડિશાના જેલ આઈજી અરૂણ કુમારે જણાવ્યું કે ઓડિશામાં હાલ ૯૦ જેલ છે. અને હાલ રાજ્યની જેલોમાં રપ૦ વોર્ડનની જગ્યા ખાલી છે. આ માટે ટ્રાન્સજેન્ડરો અરજી કરી શકશે. જેમાં શારીરિક પરીક્ષા માટે કિન્નરોને મહિલાઓના વર્ગમાં સામેલ કરાયા છે.

ઓડિશામાં લગભગ ર૦ હજાર કિન્નર છે. તેમાંથી અઢી હજાર શિક્ષિત છે.
રાજ્યના વિકલાંગો માટે સામાજિક સુરક્ષા અને સશકિતકરણ યોજનાના સચિવ નીતિન ચંદ્રાએ જણાવ્યું કે હવે રાજ્યમાં કિન્નરોને આવી રીતે સમાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કિન્નરોએ પણ સરકારની આવી પહેલને આવકારી છે. ભુવનેશ્વર ખાતેના ટ્રાન્સજેન્ડર સુરક્ષા ટ્રસ્ટના પ્રમુખ મેનકાએ રાજ્ય સરકારના આ પગલાંની પ્રશંસા કરી છે. તેમનું માનવું છે કે જો સરકાર શૈક્ષણિક લાયકાતમાં કિન્નરો માટે થોડી છૂટ આપે તો તેઓ તેનો લાભ વધુ લઈ શકે તેમ છે.

You might also like