ઓડિશા જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનાં સૂપડાં સાફ કર્યાં

નવી દિલ્હીઃ ઓડિશા જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. અત્યાર સુધી ત્રણ તબક્કાની જિલ્લા પરિષદની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે અને બીજુ જનતાદળ (બીજેડી) બાદ ભાજપ બીજા નંબરે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરીને સામે આવ્યો છે. કાલાહાંડી જેવા દેશના સૌથી પછાત જિલ્લામાં તમામ બેઠકો પર ભાજપની જીત ગરીબો અને પછાતો વચ્ચે તેની વધતી જતી લોકપ્રિયતાનો નિર્દેશ આપે છે.

ઓડિશામાં પાંચ તબક્કામાં યોજાઇ રહેલ જિલ્લા પરિષદની ચૂંટણીના ત્રણ તબક્કાનાં પરિણામ જાહેર થઇ ચૂકયાં છે. ત્રણેય તબક્કામાં કુલ પ૩૯ બેઠકોના પરિણામ જાહેર થયાં છે અને તેમાંથી ર૮૬ બેઠકો જીતીને બીજેડી ભલે સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો હોય, પરંતુ ગત ચૂંટણીની તુલનાએ તેને ૧૩૦ બેઠક ઓછી મળી છે. જ્યારે ભાજપે ૧૯૭ બેઠક જીતીને નવો ઇતિહાસ સર્જ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપને આમાં માત્ર ૧પ જ બેઠક મળી હતી. ૧૮ર બેઠકની સરસાઇએ ભાજપની જીતને ઐતિહાસિક બનાવી દીધી છે. જ્યારે એક પછી એક રાજ્યમાં જનાધાર ગુમાવી રહેલ કોંગ્રેસ ઓડિશામાં સાવ તળિયે બેસી ગઇ છે. ગત ચૂંટણીની તુલનાએ તે પ૦ ટકા જ બેઠક બચાવી શકી છે.

http://sambhaavnews.com/

You might also like