ઓઢવમાં મોડી રાતે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ

728_90

અમદાવાદ: ઉનામાં દલિત યુવકો પર થયેલા અત્યાચારના વિરોધમાં બે દિવસ પહેલા ગુજરાત બંધના એલાનના પગલે અમદાવાદ શહેરમાં પથ્થરમારો, આગજની સહિત અઘટીત ઘટનાઓ બન્યા બાદ ગઇકાલથી શહેરમાં અંજપા વચ્ચે શાંતિનો માહોલ જળવાઇ રહ્યો છે. ગત મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ ઓઢવ વિસ્તારમાં અસામા‌િજક તત્વોએ બીઆરટીએસ પર પથ્થરમારો કરીને કાચ તોડ્યા હતા ત્યારે એક સ્કૂટરને પણ સળગાવીને ફરાર થઇ ગયા હતા.

ગઇ કાલે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ ઓઢવ વિસ્તારમાં કેટલાક અસામા‌િજક તત્વો ચાલતા ચાલતા આવ્યા હતા જેમાં તેમણે અચાનક બીઆરટીએસ બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેમાં બસના કાચ પણ તોડી નાખ્યા હતા ત્યારે એક સ્કૂટર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ ઓઢવ પોલીસને થતા તેઓએ તાત્કાલીક ઘટના સ્થળ પહોંચી ગયા સ્કૂટર પર લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ મુદ્દે પોલીસે અસામા‌િજક તત્વો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અસલાલી-જેતલપુર રોડ પર યુવકને માર મારી લૂંટી લેવાયો
અમદાવાદ: રાજ્યભરમાં દલિતો પર અત્યાચાર થતો હોવાનો મુદ્દો હાલ ચાલી રહ્યો છે ત્યારે ગત રાત્રે અસલાલી-જેતલપુર રોડ પર રિક્ષામાં જતા યુવકે રિક્ષામાં બેઠેલા શખસોને ‘હું દલિત છું’ તેમ કહેતાં શખસો તેને ઢોર માર મારી અને તેની પાસેથી મોબાઇલ ફોન, રોકડા રૂ. ૪૦૦૦ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. ચારેય શખસો તેને માર મારી રોડ પર ફેંકી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અસલાલી પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બારેજા ગામના રોહિતવાસમાં મૂકેશભાઇ રમણભાઇ રહે છે.

મૂકેશભાઇ ગઇ કાલે રાત્રે સાડા સાતની આસપાસ અસલાલી તુલસી હોટલથી એક રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં રિક્ષાચાલક અને અન્ય ત્રણ પેસેન્જર બેઠા હતા. રિક્ષામાં બેઠેલા શખસોએ મૂકેશભાઇને પૂછ્યું હતું કે ‘તું ક્યાં રહે છે?’ ત્યારે મૂકેશભાઇએ જણાવ્યું હતું કે ‘બારેજાના રોહિતવાસમાં રહું છું’. શખસોએ ‘રોહિત’ શેમાં આવે તે પૂછતાં મૂકેશભાઇએ ‘દલીત છું આટલું કહેતાં જ રિક્ષામાં બેઠેલા ત્રણેય શખસો અને રિક્ષાચાલકે ચાલુ રિક્ષામાં મૂકેશભાઇને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. મોઢા ઉપર પંચ મારીને તેઓએ ગળામાં પહેરેલો સોનાનો દોરો, વીંટી, મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૪૦૦૦ લૂંટી લીધા હતા અને જેતલપુર એપીએમસી માર્કેટના ઘનશ્યામ પેટ્રોલપંપ પાસે ફેંકી દઇ રિક્ષાચાલક સહિતના શખસો ફરાર થઇ ગયા હતા.

You might also like
728_90