ઓડ ઇવન ફોર્મ્યુલાનો એસિડ ટેસ્ટ : મેટ્રોમાં માનવ મહેરામણ ઉમટ્યો

નવી દિલ્હી : દિલ્હીમાં ઓડ ઇવન ફોર્મ્યુલા લાગુ કર્યા બાદ આજે તેનો અસલી ટેસ્ટ ચાલુ થઇ ગયો છે. તારીખ અને ફોર્મ્યુલાનાં હિસાબે આજે દિલ્હીનાં રસ્તાઓ પર મોટા ભાગે ઇવન નંબરની ગાડીએ જ જોવા મળી હતી. અઠવાડીયાનાં પહેલા દિવસે ભીડને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે બસો વધારી છે. વધારે બસો પણ જોવા મળી રહી છે પરંતુ મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લોકોની ભીડથી બચવા અને જલ્દી પહોંચવા માટે મેટ્રોની મદદ લઇ રહ્યા છે. જેથી બસમાં ઓછી પરંતુ મેટ્રોમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે.
જો કે મેટ્રોનાં ફેરા વધારવામાં તો આવ્યા પરંતુ ભીડને પહોંચી વળે તેટલા પ્રમાણમાં હજી મેટ્રોની વ્યવસ્થા નથી થઇ શકી. અમુક રૂટ પરથી ખુબ જ ચિક્કાર ભીડ જોવા મળી હતી. ઘણી જગ્યાઓ પર જામ પણ જોવા મળ્યા હતા. તો અમુક લોકો પોતાની પત્નીઓને ખાસ ઓફીસ મુકી જાય તેવી તરકીબ પણ ઉપયોગમાં લઇ રહ્યા છે.

You might also like