દસ એવી નોકરી કે જેમાં કામ કઇ નહીં, પરંતુ કમાણી તગડી, જાણો કઇ છે આ નોકરીઓ

કેટલીક એવી નોકરીઓ હોય છે કે જેમાં કામ કઇ ખાસ નથી હોતું પરંતુ તેમાં સેલરી ખૂબ જ તગડી મળે છે. જેમ કે કૂતરાની ખાવાની ગુણવત્તા તપાસવી, આ કામ માટે એક્સપર્ટને સારા એવા પૈસા પ્રાપ્ત થાય છે. તેઓ પહેલાં ખાવાનાને સૂંધે છે અને ચાખીને તપાસે છે કે તે બરોબર છે કે નહીં. જેના માટે તેમને ખાસ્સી સેલરી આપવામાં આવે છે.

કીડા પકડવાનું કામ કરનાર લોકોને પણ સારા એવા પૈસા પ્રાપ્ત થતા હોય છે. વિવિધ જગ્યાએ જઇને કીડા અને ઇયડોને પકડીને બોટલમાં ભરવાની રહે છે. જે તેમને માછીમારોને સોંપવાની હોય છે. આ કામ મોટેભાગે રાત્રે થતું હોય છે. જેમને એક બોટલના 1170 રૂપિયા પ્રાપ્ત થાય છે.

કેટલાક કંપનીઓ નવી બ્યુટી પ્રોડક્ટ બનાવીને તેના એક્સપ્રિમેન્ટ માટે કેટલાક લોકોને રાખે છે. જોકે આ કોઇ સરળ કામ નથી. પરંતુ આ કામ માટે પણ વ્યક્તિને ખાસ્સા પૈસા પ્રાપ્ત થાય છે. સાંભળવામાં થોડુ અજીબ લાગશે પરંતુ પિયાનો કે પછી વાયોલીન વગાડનાર સંગીતકાર સામે રાખેલ સંગીતની બુકના પાના ફેરવવા માટે રાખેલ વ્યક્તિને સારા એવા પૈસા આપવામાં આવે છે.

ગોલ્ફની રમતમાં કેટલીક વ્યક્તિઓ એવી રાખવામાં આવે છે કે જેઓએ ગોલ્ફના બોલ જો તળાવમાં પડી ગયા હોય તો તેને બહાર કાઢીને આપવાના હોય છે. જોકે આ કામ થોડુ ખતરનાક છે કારણે તળાવની અંદર અંધારૂ હોય છે. તેમાં ઝેરીલાના સાપનો પણ ખતરો હોય છે. આ લોકોની સેલરી 65 લાખ સુધીની હોય છે.

માછલીઓની ગણતરી માટે પણ ખાસ માણસ રાખવામાં આવે છે. તેમનું કામ અલગ અલગ પ્રજાતિની માછલીઓને ઓળખીને તેની ગણતરી કરવાની હોય છે. આ નોકરી મેક્સિકોમાં ખૂબ જ ચર્ચીત છે. અહીં કેટલાક લોકો રસ્તા પર ફરી રહેલા લોકોને વિજળીના ઝટકા આપે છે. તેની કિંમત 130 રૂપિયાથી લઇને 250 રૂપિયા સુધી હોય છે. નવાઇની વાતતો એ છે કે ઝટકો લેનાર લોકો તેની ખૂબ જ મજા લેતા હોય છે.

દુનિયામાં એવી પણ કેટલીક રસપ્રદ નોકરીઓ છે કે જેના વિશે તમે વિચારી પણ નહીં શકો આ લોકોને નર અને માદા મરધીને અલગ કરવાનું કામ હોય છે. કારણે માદા મરધીનો ઉપયોગ પ્રજનન માટે આગળ જતા કરવાનો હોય છે. જ્યારે નર મરધી ચીકન માટે વેચવામાં આવે છે. જાપાનમાં કેટલાક લોકની એવી નોકરી છે કે જેમાં તેમણે વધારેને વધારે લોકોને ધક્કા મારીને ટ્રેનની અંદર પહોંચાડવાના હોય છે. શાહમૃગના બચ્ચાનું ધ્યાન રાખવાની નોકરી પણ હોય છે. જોકે તેમનું મુખ્ય કામ આ તોફાની બચ્ચાને લડતા ઝગડતા અટકાવવાનું હોય છે.

You might also like