દિલ્હી સરકારે જાહેર કરી ઓડ ઇવન સિસ્ટમની ફોર્મ્યુલા

નવી દિલ્હી : દિલ્હી સરકાર રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે ઓડ ઇવન સિસ્ટમની ફોર્મ્યુલા અમલમાં લાવવાની જાહેરાત કરી છે. દિલ્હીનાં પરિવહન મંત્રી ગોપાલ રાયેમંગળવારે તેની સંપુર્ણ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે ઓડ ઇવન સિસ્ટમને 1 જાન્યુઆરીનાં શરૂઆતનાં 15 દિવસ માટે તેને લાગુ કરવામાં આવશે. ત્યાર બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. 25 ડિસેમ્બરે સરકાર આ અંગેની સંપુર્ણ બ્લૂ પ્રિન્ટ પબ્લિક સમક્ષ મુકશે.
1. ઓડ અને ઇવન સિસ્ટમ સવારનાં 8થી રાત્રીનાં 8 વાગ્યા સુધી લાગુ પડશે. સવારનાં આઠ વાગ્યા પહેલા અને રાત્રે આઠ વાગ્યા બાદ તમામ ગાડીઓને રસ્તા પર ચલાવવાની છુટ રહેશે.
2. ઓડ અને ઇવન સિસ્ટમ તારીખ અનુસાર લાગુ કરવામાં આવશે. એકી તારીખે એકી નંબરની ગાડીઓ ચાલશે જ્યારે બેકી તારીખે બેકી સંખ્યાઓની ગાડીઓ ચાલશે.અગાઉ તેને દિવસનાં અનુસાર લાગુ કરવાની યોજનાં હતી જો કે લોકોની સુવિધા માટે તેને તારીખ અનુસાર લાગુ કરવામાં આવશે.
3. રવિવારે ઓડ અને ઇવન નંબરની ગાડીઓની ફોર્મ્યુલા અંગે સંપુર્ણ છુટ મળશે.
4. નવી સિસ્ટમ પ્રાથમિક તબક્કે 1-15 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવશે. ત્યાર બાદ તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ આગામી રૂપરેખા નક્કીકરવામાં આવશે.
5. દિલ્હી સરકાર આ સિસ્ટમ અંગે લોકોની તમામ સમસ્યાઓનું સમાધાન કરશે. તેનાં માટે 25 ડિસેમ્બર પહેલા એક બ્લૂ પ્રિન્ટ પબ્લિકની સામે મુકશે.

You might also like