માત્ર 10 મિનિટમાં ઓડ-ઇવન નંબરના ટ્રાયલ રનનું સૂરસુરિયું

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં 15 દિવસ માટે શરૂ થવા જઇ રહેલ ઓડ-ઇવન ફોર્મ્યુલાના ટાયરનું આજે માત્ર 10 જ મિનિટમાં સૂરસુરિયુ થઇ ગયું હતું. ગુરુવારે સવારે 9થી 11 વાગ્યા સુધી ઓડ-ઇવન નંબરનો ટ્રાયર રન શરૂ થવાનો હતો. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગોપાલ રાયને સવારે 9 વાગ્યે જ ટ્રાયલ શરૂ કરવા માટે મોકલી દેવાયા હતા પરંતુ તેઓ 10.30 વાગ્યે પહોંચ્યાં હતા. જેના કારણે આ ટ્રાયલ માત્ર 10 મિનિટમાં બધ થઇ ગયો હતો.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદર્શ શાસ્ત્રીએ કહ્યું કે, તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ હતી અને વધારે ટ્રાયલની જરૂર પણ નહોતી. દિલ્હી સરકારનું આ મામલે એવું કહેવું છે કે, ટ્રાયલ દરમિયાન 200 જગ્યાએ સિવિલ ડિફેન્ડ વોલિન્ટિયર્સ તેમજ દિલ્હી પોલીસ વચ્ચે તાલમેળ બેસાડવા માટે આ ટ્રાયલ કરવામાં આવ્યો હતો જેથી કરીને શુક્રવારે જ્યારે આ યોજના લાગુ કરવામાં આવે તો કોઇને પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

આ ટ્રાયલ દરમિયાન પરિવહન વિભાગની 66 ટીમો તેમજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની 27 ટીમોને તૈનાત કરવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ 5700 સિવિલ ડિફેન્સના લોકોની સાથે સાથે 100 એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ 100 અન્ય વોલિન્ટિયર્સ પણ તૈનાત હતા.

You might also like