ઓડ-ઇવન: કેન્દ્ર અને દિલ્હી સરકારને હાઇકોર્ટે પાઠવી નોટિસ

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે ઓડ-ઇવનને લઇને દાખલ કરેલી એક અરજી પર કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટીસ જાહેર કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સરકારો મોટ વ્હીકલ્સ એક્ટનું પાલન કરી રહી નથી અને પ્રદૂષણ ઓછું કરવાના બદલે ગાડીઓની સંખ્યા ઓછી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કેસમાં 30 માર્ચના રોજ આગામી સુનાવણી થશે.

જાણકારી અનુસાર અરજીકર્તાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકરો બંને જ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઓછું કરવાને લઇને નક્કર પગલાં ભરી રહી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઓડ ઇવનની વ્યવસ્થા રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી કરવા માટે લાગૂ કરવામાં આવી રહી છે, જ્યારે કે પ્રદૂષણ ઓછું કરવા માટે તે ગાડીઓ પર પર પ્રતિબંધ લગાવાની જરૂર છે જે પ્રદૂષણ ફેલાવી રહી છે. સરકારે તે ગાડીઓ વિરૂદ્ધ પગલાં ભરે.

શુક્રવારે આ તરફ સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટીસ જાહેર કરી છે. કોર્ટે આગામી સુનાવણી માટે 30 માર્ચની તારીખ નક્કી કરી છે.

You might also like