‘ઓખી ઓસર્યું’: સુરત પાસે અરબી સમુદ્રમાં સમાયું વાવાઝોડું, નાગરિકોને હવે રાહત

જે ઓખી વાવાઝોડાના કારણે કેરળ અને તમિલનાડુમાં તબાહી મચી ગઈ છે એ વાવાઝોડું ગુજરાત તરફ વળી રહ્યું હતું. જેના પગલે ગુજરાતમાં પણ ભયના માહોલ જોવા મળ્યો હતો. કેરળ-તમિલનાડુમાં અત્યાર સુધી આ વાવાઝોડાના કારણે 39 લોકોના મોત થયા છે.

જો કે હવે વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર છે. સુરતમાં ત્રાટકનાર ઓખી વાવાઝોડુ દરિયામાં સમેટાઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સુરતના દક્ષિણ પશ્ચિમ કિનારાથી 240 કિમી દૂર જ નબળુ પડી ગયું છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે છેલ્લા 6 કલાકમાં પૂર્વીય મધ્ય અરબ સાગરના ઉત્તર પૂર્વીય દિશામાં આગળ વધતા ઓખીની ઝડપમાં પ્રતિકલાક 18 કિમીનો ઘટાડો આવ્યો છે. જો કે હવામાન વિભાગે દરિયાકાંઠા પર ઝડપી પવન ફૂંકાવાની અને વરસાદની શકયતાના કારણે માછીમારોને હજુ 2 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

જો કે સુરક્ષાના પગલે સુરત કલેકટર મહેન્દ્ર પટેલે આખી રાત્રી દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઇ ઓખી વાવાઝોડા મામલે પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનું રિસ્ક પ્રશાસન દ્વારા લેવામાં આવ્યું ન હતું અને સવાર સુધી તમામ લોકો સ્ટેન્ડ બાય રહ્યા હતા. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ જશે.

ઓખી વાવાઝોડા અંગે અન્ય સમાચારો અહીં વાંચો…
ઓખી વાવાઝોડાનું રાજ્યમાં એલર્ટઃ ઠેરઠેર વરસાદ, તોફાની પવન ફૂંકાશે, પાકને પણ થશે નુકશાન
VIDEO: “સુરતની ચિંતાને લઇ અમે રૂબરૂ આવ્યા”: સીએમ રૂપાણી

You might also like