યોગ ભગાવે રોગ: કપાલભાતિ પ્રાણાયમથી મોટાપા કહો બાય-બાય

નવી દિલ્હી: આજના જમાનામાં મેદસ્વીતા એક ગંભીર બિમારી બની ગઇ છે. મોટાપાના લીધે તમારા શરીરમાં ઘણા ભયંકર રોગ પણ ઘર કરી લે છે. આજની જીવનશૈલીના લીધે આ રોગ દરેક વર્ગમાં જોવા મળી રહ્યો છે. તેનાથી બચવા માટે તમે યોગનો સહારો લઇ શકો છો. કપાલભાતિ પ્રાણાયામ આ રોગને સંપૂર્ણપણે ઠીક કરવામાં સક્ષમ છે.

કપાલભાતિ પ્રાણાયામ પેટની ચરબી ઓછી કરવા તથા મોટાપાને ઘટાડવા માટે સૌથી અચૂક ઉપાયોમાંનો એક છે. આ શરીરના બધા નેગેટિવ તત્વ શરીરમાંથી બહાર કરવામાં મદદ કરે છે. કપાલનો અર્થ મસ્તિષ્કનો અગ્રભાગ તથા ભાતિ એટલે જ્યોતિ અથવા કાન્તિ અથવા તેજને કહીએ છીએ, કપાલભાતિ પ્રાણાયામ સતત કરવાથી ચહેરાના લાવાણ્યને વધારે છે.

બોલીવુડની ઘણી અભિનેત્રીઓને સ્વિકાર્યું છે કે તેમને પોતાની કાયાને સુંદર બનાવવામાં કપાલભાતિ પ્રાણાયમનું યોગદાન છે.

કપાલભાતિ પ્રાણાયમની વિધિ
સૌથી પહેલાં પદ્યાસન અથવા સુખાસન જેવા કોઇ ધ્યાનાત્મક આસનમાં બેસી જાવ. કમર તથા ગરદનને સીધી કરી લો. અહીં છાતી આગળની તરફ ઉપસેલી રહેશે. હાથને ધૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. આંખો બંધ કરીને આરામથી બેસી જાવ તથા ધ્યાનને શ્વસની ગતિ પર લઇ આવો. અહીં પેટ ખાલી અવસ્થામાં હશે. હવે કપાલભાતિ પ્રારંભ કરો.

તેના માટે નાભિથી નીચેના પેટને પાછળ તરફ ચોંટાડો અથવા ધક્કો મારો. તેમાં પેટની માંસપેશીઓ સંકોચાય છે. સાથે જ સાંસને નાકથી બળપૂર્વક બહારની તરફ ફેંકો, તેમાં શ્વાસને બહાર નિકળવાનો અવાજ પણ પેદા થશે. હવે અંદરની તરફ દબાયેલા પેટને ઢીલું છોડી દો અને શ્વાસને અવાજ વગર અંદર જવા દો. શ્વાસ ભરવા માટે તાકાત લગાવશો નહી, તે સ્વંય જ અંદર જશે. ફરીથી પેટ અંદર તરફ દબાવતાં ઝડપથી શ્વાસ બહાર કાઢો.

મેદસ્વીતા ઓછી કરવા માટે અને ચહેરાના તેજને વધારવા ઉપરાંત પ્રાણાયમ અન્ય ઘણા પ્રકારે ફાયદાકારક છે.

1. ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
2. એસીડિટી જેવી પેટની બધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.
3. વાળની સમસ્યાઓ દૂર થાય છે.
4. ચહેરાની કરચલીઓ, આંખો નીચે કાળા કુંડાળા ઓછા કરવામાં મદદ કરે છે.
5. દરેક પ્રકારના ચર્મ સમસ્યા નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

You might also like