મેદસ્વીઓને ટેસ્ટી ફૂડની સુગંધ વધુ અાવે

ખાવાના શોખીનો પોતાની જીભ પર કન્ટ્રોલ રાખી શકતા ન હોવાથી જાડિયા થઈ જાય છે. જોકે વાત થોડી અવળી પણ છે. લંડનના રિસર્ચરોનું કહેવું છે કે મેદસ્વી વ્યક્તિઓની ઘ્રાણેન્દ્રિય એટલી સતેજ હોય છે કે તેઓ અાસપાસમાં રહેલી સુગંધીદાર અને ટેસ્ટી ફૂડની ગંધ તરત જ પારખી લઈ શકે છે. ટેસ્ટી ફૂડની સુગંધ ભૂખ લગાડે છે અને એટલે જ સ્થૂળ લોકોને ખાવા પર કન્ટ્રોલ રાખવામાં મુશ્કેલી પડે છે. બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે અાપણે નાકથી સુગંધ પારખીએ છીએ, પરંતુ એનું મૂળ કેન્દ્ર બ્રેઈનમાં રહેલું છે. પાતળા લોકો કરતાં મેદસ્વી લોકોના બ્રેઈનમાં અા ભાગ વધુ સક્રિય થઈ જતો હોવાથી જાડા લોકોની સ્લેમ-સેન્સેશન્સ તીવ્ર થઈ જાય છે.

You might also like